હળવદ પંથકમાં ગૌવંશ ઉપર વધતા હુમલાના બનાવો અટકાવા પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ હળવદ : હળવદ પંથક ગૌવંશ ઉપર હુમલા કુખ્યાત બની ગયો હોય તેમ વધુ એક હીંચકારી ઘટના સામે આવી છે જેમાં હળવદના ઈંગોરાળા ગામે ગૌમાતા ઉપર હુમલો થયાનું સામે આવતા ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે અને હળવદ પંથકમાં ગૌવંશ ઉપર વધતા હુમલાના બનાવો અટકાવા પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ઈંગોરાળા ગામે એક ગૌમાતાની કોઈ નારધામોએ પૂછ કાપી નાખી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. હળવદના હળવદના ઈંગોરાળા ગામની સીમમાં ગતરાત્રે ગાય માતા ઉપર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. નરાધમોએ ગાય માતા ઉપર આવી રીતે હુમલો કરતા ગૌપ્રેમીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે અને ગૌપ્રેમીઓએ આ નારધમો સામે પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગૌવંશને નિશાન બનાવીને હુમલા કરવામાં આવે છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સીમમાં કે વાળી ખેતરોમાં ચરતા ગૌવંશ ઉપર એસિડ એટેક કે તીક્ષણ હથિયારો વડે હુમલીઓ બનાવ જાણે સામાન્ય બની ગયા હોય તેમ અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે. આવા અમુક કેસમાં ફરિયાદ થઈ હોય ત્યારે નરાધમોને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે આવા બનાવોને અંજામ આપે છે તેથી હળવદ પંથકમાં ગૌવંશ ઉપર હુમલાની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ ખાસ એક્શન મોડમાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.