હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે જુના ઝઘડામાં પિતા અને પુત્ર ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યા બાદ સારવાર લેવા જતા સમયે પણ રસ્તામાં રોકી હુમલો કરતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા રામજીભાઈ ચતુરભાઈ સુરેલા દરણું દળાવવા જતા હતા ત્યારે આરોપી વિષ્ણુ કેશાભાઇ પીપળીયાએ અગાઉ અમારી સાથે કેમ ઝઘડો કર્યો હતો તેમ કહી પથ્થર ઝીકી દેતા ઇજાઓ પહોંચી હતી બાદમાં ફરિયાદી તેમના પુત્ર સાથે સારવાર માટે બાઈક લઈને જતા હતા ત્યારે વેગડવાવ ગામની નદીના પુલ પાસે આરોપી (૧) વિષ્ણુભાઈ કેશાભાઈ પીપરીયા (૨) જીવણભાઈ ભુદરભાઈ પીપરીયા (૩) બાજુભાઈ કેશાભાઈ પીપરીયા અને (૪) નીકુલભાઈ અભાભાઈ પીપરીયા રહે.બધા.વેગડવાવ વાળાએ એક સંપ કરી હુમલો કરી રામજીભાઈને ધોકા વડે તેમજ તેમના પુત્રને માથામાં ધારીયું મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.