આઠ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇહળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડીના રસ્તે ચાલવા બાબતે પિતા - પુત્ર ઉપર આજ ગામના આઠ શખ્સોએ હુમલો કરી ગાળો આપી ઇજાઓ પહોંચાડતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા વિહાભાઈ જલાભાઈ ધ્રાંગિયાએ આરોપી ઈંદ્રજીતભાઈ પચાણભાઈ ભાટીયા, યુવરાજભાઈ પચાણભાઈ ભાટીયા, પ્રવિણભાઇ બનેસંગભાઇ ભાટીયા, ગણપતભાઇ ઘનશ્યામભાઇ ભાટીયા, મહાવીરભાઇ ઉર્ફે મુનો નારાયણભાઇ ભાટીયા, ઉમેદભાઇ પ્રવિણભાઇ ભાટીયા રહે.બધા ગામ ભલગામડા, જયપાલભાઇ કાળુભાઇ ભાટીયા રહે-ઘનશ્યામપુર અને એક અજાણ્યો ઇસમ વિરુદ્ધ વાડીના રસ્તે ચાલવા બાબતે ઝઘડો કરી વિહાભાઈની વાડીએ આવી તમામ આરોપીઓએ ગાળો આપી પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડવા અંગે હળવદ પોલીસ મથકમાં ગુંન્હો રજીસ્ટર કરવ્યો હતો.