વાંકાનેરના પાડધરા ચોકડી પાસે બેલાની લીઝમાં થયેલી મારમારીની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરના પાડધરા ચોકડી પાસે બેલાની લીઝમાં રોયલ્ટી વગર બેલાનું વેચાણ કરવાની ના પાડતા એક શખ્સે કર્મચારી ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે કર્મચારીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી આકાશભાઇ ભીખુભાઇ ઓડેદરા (ઉવ.૨૨ ધંધો ખાનગી નોકરી રહે.હાલે પાડધરા આર.સી.એન્ટરપ્રાઇજ તા.વાંકાનેર) એ આરોપી સામતભાઇ નગાભાઇ કરમુર (રહે.ભાટીયા સોસાયટી જલારામ મંદિર પાછળ વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૨ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પાડધરા ચોકડી પાસે એસ્સાર પેટ્રોલપંપથી આગળ પલાસ રોડ પર ફરીયાદીએ તેમની બેલાની લીઝમાંથી આરોપીને રોયલ્ટી વગર બેલાનું વેચાણ કરવાની ના પાડતા આરોપીએ તેનુ મનદુઃખ રાખી ફરીયાદી તથા સાહેદને રસ્તા વચ્ચે રોકી ફરીયાદીને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પો.હેઙ કોન્સ. જશપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..