વાંકાનેર : વાંકાનેરમાં આવેલી શાહબાવાની દરગાહ ખાતે ગયેલા યુવાન ઉપર પાંચ શખ્સોએ લાકડીથી હુમલો કરી ઈંટના છુટા ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ચંદ્રપુરમાં ગેલેક્સી સોસાયટીમાં રહેતા એજાજશા ઈકબાલશા શાહમદાર શાહબાવાની દરગાહ ખાતે ગયા ત્યારે તેમનો પુત્ર તેમને મળવા આવતા આરોપી (૧) આશીફશા નુરશા શાહમદાર (૨) દાઉદશા જીવાશા શાહમદાર (૩) અબ્દુલશા શીદીકશા શાહમદાર (૪) જાવીદશા દાઉદશા શાહમદાર (૫) શોહીલશા રફીકશા શાહમદાર રહે. બધા વાંકાનેર શાહબાવાની દરગાહમા મીનારા શેરી વાળાઓને સારું નહિ લાગતા લાકડીથી હુમલો કરી ઇટના છુટા ઘા કરી ઇજા પહોંચાડી હતી. તા.19 ઓગસ્ટના રોજ બનેલ આ બનાવ અંગે ફરિયાદી એજાજશા શાહમદારે ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ૩૩૭અને જી.પી. એકટ કલમ ૩૭(૧) ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..