ટંકારાના લજાઇ ગામ પાસે મારામારીની ઘટનામાં બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ ટંકારા : ટંકારાના લજાઇ ગામ પાસે રૂપીયા આપવાની બાબતમાં તમે વચ્ચે શા માટે પડો છો કહી યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે યુવાને બે શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રાણજીવનભાઇ મગનભાઇ વિરસોડીયા (ઉ.વ.૪૮ ધંધો.ખેતી રહે.નશીતપર ગામ તા.ટંકારા) એ આરોપીઓ ગોપાલભાઇ ભટ્ટ, મેરૂભાઇ રામજીભાઇ ભુંભરીયા (રહે-વિરપર તા.ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૬ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામા લજાઇ ગામ વડવાળા હોટલ પાસે આરોપીઓએ ફરીયાદીને તેના ફઇબાના દિકરાના શેડના સાટાખતના રૂપીયા આપવાની બાબતમાં તમે વચ્ચે શા માટે પડો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળા ગાળી કરી લાકડાના ધોકા વડે પગમાં તથા હાથમાં માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે આ બનાવનજ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..