જુની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરતા ફરિયાદ વાંકાનેર : વાંકાનેર શહેરમાં જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોએ તને હવા છે કહી છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાને ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં રહેતા મોશીનભાઇ સિકંદરભાઇ શાહમદાર સાથે આગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી સાજીદભાઇ રૂસ્તમભાઇ, રૂસ્તમભાઇ તથા ડાડલી રહે.બધા વાંકાનેર વાળાએ એક સંપ કરી તને કઈ હવા છે કહી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે મોશીનભાઇ સિકંદરભાઇ શાહમદારની ફરિયાદને આધારે ત્રણેય આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એ.કલમ-૧૩૫ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.