ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ મોરબી :મોરબીના જેલ રોડ ઉપર સબ જેલની સામે આવેલ વણકરવાસ શેરી નં ૨માં બાઇકની હડફેટે લીધા બાદ ડખ્ખો થવાથી બઘડાટી બોલી ગઈ હતી. જેમાં ચાર શખ્સોએ યુવાન ઉપર હુમલો કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેલ રોડ ઉપર સબ જેલની સામે આવેલ વણકરવાસ શેરી નં ૨ માં રહેતા રાકેશભાઇ બાબુભાઇ સાવલીયા (ઉ.વ. ૨૪) એ આરોપીઓ લાલો ચંદુભાઇ જાદવ, સંજય ધનજીભાઇ જાદવ, મહેન્દ્ર ચંદુભાઇ, દીલીપભાઇ ધનજીભાઇ (રહે. બધા મોરબી સબજેલ સામે વણકરવાસ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૭ ના રોજ રાત્રીના સમયે એક આરોપીએ પોતાનું બાઈક ફુલસ્પીડમાં ચલાવી ફરીયાદીના ભત્રીજાને હડફેટે લઇ પછાડી દઇ માથામાં ઇજા કરી ફરીયાદીને લાકડી વતી માર મારી માથામાં ઇજા કરી તેમજ અન્ય આરોપીઓએ લાકડી વતી માર મારી જમણા હાથમાં ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે IPC કલમ ૩૨૪ ૩૨૩ ૫૦૬(૨) ૫૦૪ ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા એમ.વી.એક્ટ ૨૭૯ ૩૩૭ ૧૭૭ ૧૮૪ મુજબ ગુન્હો દાખલ કરી આ બનાવની આગળની તપાસ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. એસ.વી.સોલંકી ચાલવી રહ્યા છે.