પરિવારના બે સભ્યોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદના માથક ગામેં ઘરનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં તું કેમ અમને કુંટુબમાં નડે છે તેમ કહી મહિલા પર પરિવારના બે સભ્યોએ હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રંજનબેન રાજેશભાઈ ભોરણીયા (ઉ.વ.૩૫ ધંધો-ખેતી રહે.ગામ-માથક તા.હળવદ) એ આરોપીઓ દેવજીભાઈ માવજીભાઈ ભોરણીયા, માવજીભાઈ ધારૂભાઈ ભોરણીયા (રહે.માથક તા હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૯ ના રોજ ફરીયાદી તથા આરોપીઓ એક જ કુટુંબના હોય અને ફરીયાદી સ્ત્રી હોય જે પોતાના ઘરની વ્યહારીક જવાબદારી નિભાવતા હોય જે આરોપીઓને ગમતુ ન હોય. જેથી, આરોપી દેવજીભાઈએ ફરીયાદીને તુ કેમ અમને કુંટુબમાં નડે છે તેમ કહી ફરીયાદીનુ કાડુ પકડતા ફરીયાદીએ બુમાબુમ કરતા આરોપી દેવજીભાઈ ઉશ્કેરાઈ જઈ લોખંડની દંતાળીથી ફરીયાદીને માથાના ભાગે તેમજ ડાબા હાથે બાવડાના ભાગે ઈજા પહોચાડી હતી. તથા બન્ને હાથે અંગુઠા ઉપર દંતારીનો ઘા મારી ફેક્ચર ઈજા કરી ફરીયાદીના દિકરી આવી જતા આરોપીએ માવજીભાઈ તેને ધક્કો મારી પાડી દઈ ફરીયાદીને પકડી રાખી આરોપીએ દંતારીનો ઘા ફરીયાદીને મારી ગાળો આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.