ચાર શખ્સોએ હુમલો કર્યાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના શનાળા ગામે પતિ સાથેની જૂની માથાકૂટનો ખાર રાખી પત્ની ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલાએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મારામારીની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાશકત શનાળા ગામે આવેલ બહુચરાજીના મંદીર પાસે રહેતા હરખુબેન પ્રભુભાઇ ખાંભલા (ઉ.વ. ૪૦) એ આરોપીઓ રણધીરભાઇ રમેશભાઇ હણ (રહે તુલસી નગર મોરબી મુળ ગામ અમરાપર, મોરબી), કાનાભાઇ ખેંગારભાઇ કરોતરા (રહે અમારાપર,મોરબી) વેલાભાઇ કરણાભાઇ આલ (રહે શનાળા ગામ, મોરબી), વિશાલભાઇ વેલાભાઇ આલ (રહે શનાળા ગામ, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૨ ના રાત્રીના નવેક વાગ્યાની અરશામા શનાળા ગામ નવા પ્લોટ વિસ્તાર ફરીયાદીના ઘર પાસે શેરીમા બનેલા આ બનાવમાં ફરીયાદીના પતિ સાથે આરોપીઓએ બે માસ પહેલા બોલાચાલી કરેલ હોય, જેને ઠપકો આપવા જતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેમાં મહિલાને ઇજા થયા બાદ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.