પાડોશી દંપતીએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં દારૂ પીને ધમાલ મચાવતા એક શખ્સને પોલીસે બોલાવી પ્રોહીબીશનના કેસમાં પુરાવી દીધો હોવાની બાબતનો ખાર રાખીને આ શખ્સ અને તેની પત્નીએ નિવૃત પોલીસ કર્મચારી ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ મકાન ન-૧૧૨૭ માં રહેતા અને રિટાયર્ડ એ.એસ.આઈ. ચન્દ્રસિંહ દીપસિંહ ઝાલા (ઉ.વ.૬૦) એ તેમના પાડોશમાં રહેતા શૈલેન્દ્રસિંહ લાલુભા ઝાલા તથા શૈલેન્દ્રસિંહ લાલુભા ઝાલાના પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની શેરીમાં રહેતા આ એક આરોપીએ ગઈ તા. ૧૬ના રોજ રાતના દારૂ પીને તોફાન કરતાં ફરીયાદીએ ૧૦૦ નંબર ઉપર ફોન કરી પ્રોહીબીશનના કેસમાં પુરાવી દીધા હતા અને તા. ૨૨ના રોજ ફરીયાદીના પાડોશી નિકુંજભાઈના પત્ની જાનવીબેન સાથે આરોપીઓ માથાકૂટ કરતાં હોય. જેથી, ફરીયાદી સમજાવવા તથા છોડાવવા જતાં આરોપીએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઝપાઝપી કરી અને ઢીંકાપાટુનો માર મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા સાથેના આરોપીએ શરીરે ઢીંકાપાટુનો માર મર્યો હતો. આ બનાવની ફરિયાદના આધારે પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. એચ. એમ. ચાવડા ચાલવી રહ્યા છે.