ટોળાએ કરેલ હુમલામાં સિટી પીઆઇ સરવૈયા ઇજાગ્રસ્ત થતા સારવારમા વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ મથકનો કાફલો આજે તપાસના કામે લીંબાળા ગામે ગયો હતો ત્યારે ટોળાએ હુમલો કરતા સિટી પીઆઇ સરવૈયા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ કન્ટ્રોલરૂમ અને અમારા સ્થાનિક પ્રતિનિધિ તરફથી મળતા અહેવાલો મુજબ આજે સિટી પોલીસ સ્ટાફ પીઆઇ સરવૈયા સાથે તપાસમાં ગયા હતા ત્યારે અચાનક જ ટોળાએ હુમલો કરતા સિટી પીઆઇ ઇજાગ્રસ્ત થયા હતા. વધુમાં હાલમાં ઇજાગ્રસ્ત સિટી પીઆઇ સરવૈયાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો વાંકાનેર દોડી ગયો છે.