એક શખ્સ સામે માર માર્યાની અને જાતિ પ્રત્યે હડધૂત કર્યાની બી ડિવિજનમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના સામાકાંઠે ભડિયાદ રોડ ઉપર પાનની દુકાને માવો ન હોવાનું દુકાનદારને બદલે તું કેમ વચ્ચે બોલે છે તેમ કહીને એક શખ્સે આધેડ પર છરી હુમલો કરીને તેના જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પુંજાભાઈ અરજણભાઈ મકવાણા (ઉ.વ.૫૮, રહે-ભડીયાદ રોડ, જીવરાજ પાર્ક સોસાયટીની બાજુમાં, મફતીયાપરામાં, મોરબી) વાળાએ આરોપી આકાશ ઉર્ફે દિગો મનુભાઈ (રહે.ભડીયાદ રોડ, જીવરાજ પાર્ક સોસાયટીની બાજુમાં) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૪ના રોજ મોરબી-૨ ભડીયાદ રોડ, જીવરાજ પાર્ક સોસાયટી, નરેન્દ્રસિંહ ઝાલાની દુકાન પાસે બનેલા બનાવમાં આરોપીએ સાહેદ નરેન્દ્રસિંહ ઝાલાની દુકાને માવા માંગતા ફરીયાદીએ તેની પાસે નહી હોય જેથી આપતા નથી તેમ કહેતા આરોપીએ ફરીયાદીને તુ કેમ વચ્ચે બોલે છે તેમ કહી ગાળો આપી જાહેરમા જ્ઞાતી પ્રત્યે હડધુત કરી છરી વડે ડાબા હાથમા ઈજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.