ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મોરબી : મોરબીમાં ભાડે આપેલી દુકાન ખાલી કરવા મામલે વેપારી ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ વૈભવનગર સોસાયટીમાં રહેતા અને વેપાર ધંધો કરતા વિનોદભાઇ મગનભાઇ પડસુંબીયા (ઉ.વ.૪૨) એ આરોપીઓ મેઘરાજ ભરવાડ (રહે.મોરબી), હાર્દીક બાંભવા (રહે.રજકોટ), પી.કે.મેર (રહે.તુલશી પાર્ક મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૫ ના રોજ સાંજના છ સાડા છએક વાગ્યાના અરસામા મોરબી શનાળા બાયપાસ પાપાજી ફન વર્લ્ડ પાસે ફરીયાદીએ તેના મિત્રની દુકાન આરોપીને ભાડે રાખવા અપાવેલ હોય જે ફરીયાદીના મિત્રએ આરોપી પાસેથી ખાલી કરવાતા આરોપીઓએ આ બાબતનો ખાર રાખી લોખંડના પાઇપ વડે ફરીયાદીના માથાના ભાગે ઇજા કરી તેમજ મુંઢ માર મારી તથા પી.વી.સી ના પાઇપ વતી મુંઢ માર મારી ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે આઇ.પી.સી કલમ-૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.