ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા ગૃહસ્થને પડોશમાં રહેતો શખ્સ ભૂંડાબોલી ગાળો આપતો હોવાથી ગૃહસ્થની પુત્રીએ ગાળો નહિ આપવા કહેતા પડોશમાં રહેતા પરિવારે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા સિદ્ધરાજસિંહ મહોબતસિંહ જાડેજા નામના ગૃહસ્થને પાડોશમાં રહેતો કુલદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામનો શખ્સ વિનાકારણે ગાળો આપતો હોવાથી સિદ્ધરાજસિંહના પુત્રી ઉર્વશીબા જાડેજાએ આરોપી કુલદીપસિંહને ગાળો નહિ આપવા કહેતા આરોપીને સારું લાગ્યું ન હતું.વધુમાં ઉર્વશીબા સિદ્ધરાજસિંહ જાડેજાએ આરોપીઓને ગાળો નહિ આપી એમના પિતાજીને હેરાન પરેશાન નહિ કરવાનું કહેતા જ આરોપી કુલદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ગીતાબા મહેન્દ્રસિંહ જાડેજા, રાજદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ ઉર્વશીબાને ઝાપટો મારી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ઉર્વશીબા જાડેજાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.