સીમના રસ્તે ગાડું નીકળે તેટલો રસ્તો આપવાનું કહેતા પશુમાલિક ઉશ્કેરાઈ ગયોવાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી ટંકારા તરફ જતા રસ્તા ઉપર ગાડું લઈને જઈ રહેલા ખેડૂતે આગળ ઢોર લઈને જઈ રહેલા પશુપાલકને પશુઓ સાઈડમાં લેવા કહેતા ઉશ્કેરાયેલા પશુપાલકે ખેડૂત ઉપર હુમલો કરતા ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી ટંકારા તરફ જતા રસ્તા ઉપર ગાડું લઈને જઈ રહેલા ફરિયાદી અબ્દુલભાઇ અમીભાઈ સેરસિયાએ આગળ ઢોર લઈને જઈ રહેલા પશુપાલક આરોપી જયરાજસિંહ કરણસિંહ ઝાલાને પશુઓ સાઈડમાં લેવા કહેતા ઉશ્કેરાયેલા પશુપાલકે ખેડૂત અબ્દુલભાઇ ઉપર હુમલો કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.