મોરબીના રામધન આશ્રમ સામે મારામારીની ઘટના અંગે ચાર શખ્સો સામે ગુન્હો દાખલ મોરબી : મોરબીના રામધન આશ્રમ સામે જુગાર રમવા માટે લીધેલા 20 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી સીરામીક વેપારી પર ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે સીરામીક વેપારીએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત આ બનાવની વિગતો મુજબ ફરિયાદી કપીલભાઈ ભગવાનજીભાઈ અઘારા (ઉ.વ.૩૮, ધંધો-સીરામીક વેપાર, રહે.મોરબી-૨, મહેન્દ્રનગર, મહાકાલી પ્લોટમા) એ આરોપીઓ નરેશભાઈ તથા સફેદ કલરની કાર નં.જી.જે.૦૩ એચ.કે. ૦૦૮૭ મા આવેલ અજાણ્યા ત્રણ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૭ ના રોજ બપોરના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં મોરબી-૨, રામધન આશ્રમ સામે, ધર્મેન્દ્ર હાઈટસના કાચા રસ્તા પર આરોપી નરેશભાઈ રહે. રાજકોટવાળા પાસેથી ફરીયાદીએ વીસ લાખ રૂપીયા જુગાર રમવા લીધેલ હોય જે આરોપીને પરત આપી દેવા છતા પણ ફરીયાદી પાસે તેના ફોનમાથી ફરીયાદીના ફોનમા ફોન કરી પૈસાની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી કાર નંબર જી.જે.૦૩ એચ.કે. ૦૦૮૭ મા અજાણયા ત્રણ માણસો મોકલી ફરીયાદીને રસ્તામા રોકી ગેરકાયદેસર અવરોધ કરી આ અજાણ્યા ત્રણ માણસોએ લાકડીના ધોકા વડે માથામા તથા શરીરે માર મારી માથામા ફેકચર જેવી ઈજા કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે તમામ આરોપીઓ સામે કલમ-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૪૧, ૫૦૪, ૫૦૭, ૧૧૪ જી.પી. એકટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..