અગાઉ માસાજીની દીકરીના પ્રેમસંબંધ અંગે જાણ કરતા માસાજીના પરિવારે હુમલો કર્યાની ફરિયાદ હળવદ : હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા દંપતીને સગા માસાજી - માસીજી તેમજ અન્ય પરિવારજનોએ ધરાર છૂટાછેડા કરાવી નાખવા હુમલો કરતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા જયાબેન હરેશભાઇ રતુભાઇ તુવરીયા નામના પરિણીતાએ હળવદ પોલીસ મથકમાં આરોપી એવા માસાજી કેસાભાઇ બબાભાઇ કોરી, માસીજી સીતાબેન કેસાભાઇ કોરી, જીતુ કેસાભાઇ કોરી, સુનિલ કેસાભાઇ કોરી, ભાવેશ કેસાભાઇ કોરી અને શાંતિલાલ ખુશાલભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે અગાઉ તેણીએ માસીજીની દીકરીને કોઈ યુવાન સાથે પ્રેમસંબંધ હોય અને તેની સાથે પ્રેમલગ્ન કરવાની હોવાની જાણ કરતા માસીજીની દીકરીએ આપઘાત કરી લેતા આ બાબતનો ખાર રાખી તમામ આરોપીઓએ એકસંપ કરી માળીયા હળવદ હાઇવે રોડ રણજીતગઢ ગામના હરિક્રુષ્ણ ધામ મંદિર પાસે ઉભા રાખી જયાબેનને પતિ હરેશભાઇ સાથે છૂટાછેડા કરાવવા ધમકી આપી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે આ બનાવમાં કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે.