વાડીમાલિક અને તેના ભાઈ ઉપર લાકડી વડે હુમલો કરી માર મરાયોહળવદ : હળવદ નજીક ટીકર રોડ ઉપર વાડી ધરાવતા યુવાનની વાડીમા ઢોર ઘુસી જતા ઢોરને બહાર કાઢવા કહેતા બે શખ્સોએ વાડી માલિક અને તેના ભાઈ ઉપર લાકડી વડે હુમલો કરી માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને ટીકર રોડ ઉપર હળવદ નજીક વાડી ધરાવતા રોનક શશીકાંતભાઇ ચાવડાએ આરોપી રાયમલભાઇ રાણાભાઇ ભરવાડ તથા મહાદેવભાઇ અરજણભાઇ ભરવાડ રહે બન્ને-હળવદવાળાઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બન્ને આરોપીઓના ઢોર તેમની વાડીના શેઢે વાડ ઉપર આવી જતા ઢોરા બહાર કાઢવાનુ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા વાડીમાં અપપ્રવેશ કરી ગાળો આપી રોનક તેમજ તેના ભાઇને ઢીંકા પાટુનો માર મારી લાકડીથી સાથળના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.