જૂની માથાકૂટના સમાધાન સમયે જ મામલો બીચકયોહળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામની માથક ચોકડીએ જુના ઝઘડાના સમાધાન માટે ભેગા થયેલા બે પક્ષ વચ્ચે તલવાર, ધોકા, છરી સહિતના હથિયારો ઉડતા બન્ને પક્ષે ઇજાઓ પહોંચી હતી.ઘટના અંગે સામસામી ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.સમાધાન મામલે થયેલા ડખ્ખામાં કડીયાણા ગામે રહેતા જશીબેન કાળુભાઇ વાઘેલાએ રાયધ્રા ગામે રહેતા આરોપી મહાદેવ કાળુભાઇ કોળી, સામત મહાદેવભાઈ કોળી અને એક અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીઓ સાથે અગાઉ ઝઘડો થયો હોય જેથી માથક ચોકડીએ સમાધાન માટે બોલાવ્યા હતા.જ્યાં કારમાં આવેલ આરોપીઓએ તલવાર, કુહાડી અને છરીના ઘા ઝીકી ફરિયાદી તેમજ તેમના દીકરા નવઘણને ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.સામાપક્ષે રાયધ્રા ગામના મહાદેવભાઈ કાળુભાઇ દેત્રોજાએ પણ ફરિયાદ નોંધાવી અગાઉ કડીયાણા ગામના નવઘણ કાળુભાઇ દેવીપૂજક અને વિક્રમ સાથે બોલાચાલી ઝઘડો થયો હોય આરોપીઓ સાહેદ સામતભાઈને ફોનમાં ગાળો આપતા હોય જેથી ગત તા.9ના રોજ કડીયાણા ગામની માથક ચોકડીએ વાતચીત કરવા ભેગા થતા બન્ને આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદ સામતભાઈ પર હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોચાડી હોવાની પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.