મોરબી : મોરબીના પ્રેમજીનગર ગામે આઇસર ટ્રક રસ્તામાં નડતર થતો હોવાથી ટ્રક હટાવવાનું કહેનાર વ્યક્તિ તેમજ બચાવવા વચ્ચે પડેલા બે લોકો ઉપર આઇસર ચાલક સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરી જાતિ પ્રત્યે આપમાનીત કરતા એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પ્રેમજીનગર ગામે રહેતા મહેશભાઈ નાથાભાઇ ઉર્ફે હરેશભાઇ શ્રીમાળીના ઘર નજીક રસ્તામાં આરોપી પુનાભાઈ સોંડાભાઈ ભૂંડિયાએ પોતાનું આઇસર પાર્ક કર્યું હોય જે આવન જાવનમાં નડતર રૂપ હોવાથી ફરિયાદી મહેશભાઈએ આઇસર ટ્રક હટાવવાનું કહેતા આરોપીને સારું નહીં લાગતા લાફો ઝીકી ગાળો આપી હતી. બાદમાં આરોપી પુનાભાઈ સોંડાભાઈ ભૂંડિયા, મશરૂભાઈ સોંડાભાઈ ભૂંડિયા અને બાબુભાઇ સોંડાભાઈ ભૂંડિયાએ મહેશભાઈના ઘર પાસે આવી જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડી વડે હુમલો કરી મહેશભાઈ અને વચ્ચે છોડાવવા પડેલ સાહેદ હરેશભાઈને ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એકટની કલમો સહિત ગુન્હો નોંધાયો છે.