હરિયાણાના બન્ને ભેજા બાજ ગઠિયાઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવતી મોરબી પોલીસ મોરબી : મોરબી શહેર જિલ્લાના ૪૩ લોકોના એટીએમ પાસવર્ડ મેળવી લઈ રૂપિયા રૂપિયા ૨૪,૬૬,૧૦૦ ની છેતરપિંડી કરનાર હરિયાણાના બે ગઠિયાઓને જુનાગઢ પોલીસે ઝડપી લીધા બાદ આજે મોરબી પોલીસે બન્ને આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી પાંચ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા થોડા સમયથી મોરબી શહેરમાં એટીએમ ધારકોના રૂપીયા ઉપડી જવાના બનાવ બનવા પામેલ હતા. જે અનુસંધાને મોરબી સીટી એ ડીવી. સેકન્ડ ગુ.ર.નં૩૪૬૪/૧૮ આઇ.ટી.એકટ-કલમ-૬૫.૬૬.૬૬(સી) મુજબ ગુન્હો દાખલ કરેલ જે અનુસંધાને અલગ-અલગ એટીએમ ધારકોની જાણ બહાર ૪૩ ખાતા ધારકોના ખાતામાથી ૨૪,૬૬,૧૦૦ રૂપીયા ઉપડી ગયેલ હતા તેઓની બેન્ક ડિટેઇલ મેળવી અભ્યાસ કરતા ભોગ બનનાર વ્યક્તિઓના એક જ એટીએમ મશીનનો ઉપયોગ કરેલનુ જાણવા મળતા તે એટીએમના સી.સી. ટીવી ફૂટેજ મેળવી આરોપીઓનુ વર્ણન મળતા તેઓના ફોટાઓ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમા સ્પ્રેડ કરી આરોપીઓને પક્ળી પાડવા તજવીજ કરેલ હતી. આ મામલે એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે જુનાગઢ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૬૫/૨૦૧૮ કલમ ૪૧૯ તથા I.T. ACT કલમ ૬૫, ૬૬. ૬૬(સી) ના કામે ઉપરોક્ત આરોપીઓ પકડાયેલ હોય જેથી ટ્રાન્સફર વોરન્ટ ના આધારે આરોપી સંદીપ રાજેન્દ્રભાઇ કૌશીક, ઉવ.૩૦ ધંધો કન્સ્ટ્રકશન, રહે. હાલ અંકીતપુરમ હાઉસ નંબર ૩૫ જી.એમ.એસ રોડ દેહરાદુન ઉતરાખંડ, મુળ વતન હાઉસ નંબર ૯૪૪ સેક્ટર ૧૫ સોનીપત હરીયાણા તથા શાંતનું વિક્રમ અજય વિક્રમ શર્મા ઉ.વ.૩૦ ધંધો. માર્કેટીંગ રહે. (હાલ) સરકારી હોસ્પીટલ, બ્લોક નં.સી-૩, સ્ટાફ કવાર્ટસ, માણસા જી.ગાંધીનગર, મૂળ રહે. હાઉસ નં. ૬૦૨/૨૧,ગલી નં.૬ નરેન્દ્રનગર, તા.જી. સોનીપત, હરીયાણા વાળાઓનો કબજો મેળવી ઉપરોક્ત ગુન્હામા અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ તથા ઉપરોક્ત ગુન્હો આચરવા કઇ ટેક્નોલોજીનો ઉપયોગ કરેલ છે તથા ઉપરોક્ત આરોપીઓએ અન્ય કોઇ ગુન્હાઓ કરેલ છે કે કેમ તે જાણવા આરોપીઓના દિવસ-પ ના રીમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવા એ ડિવિઝન પોલીસે તજવીજ હાથ ધરેલ હોવાની પીઆઇ આર.જે.ચૌધરીએ જણાવ્યું હતું.