જલારામ મંદિર દ્વારા સરકાર દ્વારા સેલટર હોમમાં રાખેલા 200થી વધુ લોકોને બપોરનું ભોજન પહોંચાડાયું મોરબી : કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક અને સૅનેટાઇઝરનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. આથી, લોકોમાં આ બંને વસ્તુઓની માંગ ઉઠી છે. ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં માસ્કની તાત્લાલિક જરૂરિયાત ઉભી થઇ હતી. જેની જાણ ડો. જયેશભાઇ ભોરણીયા એ ખાખરાળાં નિવાસી બંસી યુનિફૉર્મના માલિક પિયુષભાઇ મનહરલાલ પૈજાને કરતા તેઓએ તરત આ જવાબદારી સ્વીકારી લીધેલ હતી. તેમજ પીયૂષભાઈ અને તેમના ભાગીદાર હસુભાઈ એ માત્ર એક જ દિવસમાં 1000 જેટલા માસ્ક બનાવી સિવિલ હોસ્પિટલને દાન આપેલ છે. આમ, કોરોનને કારણે ઉભી થયેલ આ કપરી પરિસ્થિતિમાં હોસ્પિટલનો સ્ટાફ રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેઓને આ માસ્ક ખૂબ જ ઉપયોગી બન્યા છે. જે બદલ ડો. જયેશભાઇ બોરસણિયા સહિતના હોસ્પિટલના સ્ટાફે પિયુષભાઇ તથા હસુભાઈનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત, મોરબી સીટી મામલતદાર રૂપાપરા સાહેબ દ્વારા માહીતી જાણ કરવામાં આવતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પટેલ સમાજ વાડી તથા મોર્ડન હોલ ખાતે રખાયેલ ૨૦૦થી વધુ લોકોને બપોરનુ ભોજન પહોંચાડવામાં આવેલ છે. તેમજ સાંજે પણ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ત્યાં વ્યવસ્થા કરવામા આવશે. આમ, લોકડાઉનના સંજોગોમાં સેવાભાવી લોકો અન્યોને મદદરૂપ બની સરાહનીય કાર્ય કરી રહ્યા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/