મહિલાઓએ શીતળા માતાના દર્શન કરી માનતાઓ પૂર્ણ કરીને પરિવારના મંગલમયની કામના કરી મોરબી : મોરબીના શીતળા માતાજીના મંદિરે વર્ષોની પરંપરા મુજબ આજે સાતમનો માત્ર મહિલાઓ માટે મેળો ભરાયો હતો. સાદગીપૂર્ણ રીતે આ મેળો યોજાયો હતો. મહિલાઓએ શીતળા માતાના દર્શન કરી માનતાઓ પૂર્ણ કરીને પરિવારના મંગલમયની કામના કરી હતી. મોરબીના દરબાર ગઢ પાસે આવેલા વર્ષો પુરાણા શીતળા માતાજીના મંદિરે દર વર્ષે સાતમનો માત્ર મહિલાઓ માટે એકદમ સદાય પૂર્વક મેળો ભરાય છે.ખાસ કરીને મહિલાઓને શીતળા માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી સાતમના દિવસે મહિલાઓ આ મંદિરે ઉમટી પડે છે. શ્રદ્ધાપૂર્વક શીતળા માતાજીના દર્શન કરીને પોતે બાળકો માનેલી માનતાઓ પૂર્ણ કરે છે. બાદમાં મહિલાઓ પોતાના બાળકોને ફજેત ફળકાની મોજ કરાવે છે. આ રીતે એક્દમ સદાય પૂર્વક અહીં મેળો વર્ષોથી ભરાઈ છે. પણ આજે શીતળા સાતમે કોવિડને ધ્યાને લઈને મેળો રદ કરાયો હતો. માત્ર મહિલાઓએ માતાજીના દર્શનનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. મહિલાઓએ આજે શીતળા માતાજીના મંદિરે આવી માતાજીના દર્શન કરી માતાજીને ફૂલેર, નેણ, આંખો અને શ્રીફળ અર્પણ કરી પોતાના બાળકો સહિત પરિવારની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..