સ્વ.સહકારી અગ્રણી વાઘજીભાઈ બોડાના પુત્ર સહિત ચાર વિરુદ્ધ ફરિયાદટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે શેઢા પાડોશીઓએ બાજુની વાડીના દરવાજા અને સિમેન્ટ પોલ તોડી નાખી કપાસના પાક ઉપર જેસીબી ફેરવી દેતા સ્વર્ગસ્થ સહકારી અગ્રણીના પુત્ર સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામાં આવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે વાડી વાંકાનેર દીવાનપરામાં રહેતા પંકજકુમાર દિવેશ્વરભાઈ ત્રિવેદીની વાડીમાં આરોપી પ્રવીણ નાથાભાઇ ઘોડાસરા રહે.રાજકોટ, હસમુખભાઈ વાઘજીભાઈ બોડા રહે.ટંકારા, જયેશભાઇ લાલજીભાઈ પટેલ રહે.સજ્જનપર અને કિશોર લવજીભાઈ પટેલ રહે.સજ્જનપર વાળાઓએ એકસંપ કરી બહારથી જેસીબી બોલાવી ફરિયાદીની વાડીનો દરવાજો, સિમેન્ટનો પોલ તોડી નાખી કપાસના પાકમાં જેસીબી ફેરવી દેતા ચારેય વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.