ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નેકનામ ગામે આરોપી બીજલભાઈ ભરમાલભાઈ પરમારના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ આરોપી બીજલભાઈ ભરમાલભાઈ પરમાર અને સંજય દિનેશભાઇ વરાણિયાને દેશી દારૂ બનાવવાના ઠંડો, ગરમ આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 1660ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.