દર્દી પેટના દુખાવાની સમસ્યા લઈ હોસ્પિટલ આવ્યા, દિલ્હી એઇમ્સના અનુભવી કાર્ડીયોલોજીસ્ટ ડોકટરની આગવી સૂઝબૂઝના કારણે હાર્ટએટેક ડિટેકટ કરી સફળ સારવાર કરાઈ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવસે દિવસે હૃદયના હુમલાના કેશ વધતા જાય છે. ત્યારે મોરબીની આયુષ સુપરસ્પેશ્યાલિટી હોસ્પીટલમાં પેટના દુખાવાની સમસ્યા લઈને આવેલા એક નાની ઉમરના દર્દીનું સચોટ નિદાન કરતા તેમને હાર્ટ એટેક આવ્યાનું ખુલ્યું હતું. બાદમાં દિલ્હીના એઇમ્સના અનુભવી કાર્ડીયોલોજીસ્ટ ડોકટર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ તેઓની વિનામૂલ્યે હૃદયમાં બલુન (સ્પ્રિંગ) મુકવાની સારવાર કરવામાં આવી હતી. મોરબીના માધાપર ગામમાં રહેતા 37 વર્ષના દર્દી અરવિંદભાઇ અચાનક પેટનો દુખાવો થતા જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પીટલના ઈમરજન્સી વિભાગમાં નિદાન અર્થે આવ્યા હતા. જ્યાં દર્દીની તુરંત તપાસ કરીને હૃદયની પટ્ટી કાઢવામાં આવી હતી. જે સંપૂર્ણ રીતે નોર્મલ હતી પણ દર્દીને પેટના દુખાવામાં ઇજેક્શન આપવા છતા રાહત ન થતા કાર્ડીયોલોજીસ્ટ ડોક્ટર દ્રારા તપાસ કરતા દર્દીને હૃદય રોગની સંભાવના વિચારીને દર્દીની Trop Iનો બલ્ડ રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું હતું. બાદમાં એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જીયોગ્રાફીના રીપોર્ટમાં દર્દીની મેઈન નસ 100% બંધ નિકળતા તાત્કાલિક ધોરણે નસને બલુનથી ખોલીને સ્પ્રિંગ મુકવામાં આવી હતી. આ સંપૂર્ણ સારવાર દર્દીને આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત કોઇ પણ જાતના ખર્ચા વગર નિઃશુલ્ક કરવામાં આવી હતી. મોરબીના એકમાત્ર કાર્ડીયોલોજીસ્ટ ડો.લોકેશ ખંડેલવાલ જેઓ આયુષ હોસ્પિટલમાં સેવા આપર છે. તેઓના કહેવા મુજબ હૃદય રોગના હુમલામાં માત્ર પેટના દુખાવાનું લક્ષણ ભાગ્યે જ જોવા મળે છે એટલે ઘણીવાર ગેસની તકલીફ ગણીને દર્દી હોસ્પિટલ બતાવવા આવતા નથી અને ઘણીવાર જીવનું જોખમ થઇ જતુ હોય છે. આ રીતે એક નાની ઉમરના દર્દી કે જેના પર તેનો આખો પરિવાર નિર્ભર છે તેની આયુષ હોસ્પિટલ ખાતે સમયસર અને સચોટ સારવારથી તેમનો જીવ બચી ગયો. વધૂમાં ડો. ચેતન અઘારા ના જણાવ્યા મુજબ ડો. લોકેશ ખંડેરવાલ પહેલા દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સેવા આપતા હતા. જેઓ 5000થી વધુ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી એટલે કે હૃદયમાં બલુન (સ્પ્રિંગ) મુકવાની સારવારનો અનુભવ ધરાવે છે. ડો.લોકેશ ખંડેરવાલ હાલ 24×7 આયુષ હોસ્પિટલ ખાતે હાજર હોય છે.