રામ મંદિર ખાતે કાર સેવકોની સાથે અનુસૂચિત જાતિ સમાજ અને દેવીપૂજક સમાજના લોકો પ્રભુ શ્રીરામની આરતી ઉતારશેમોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ ખાતે આજે અયોધ્યા મહોત્સવની વિશિષ્ટ ઉજવણી અંતર્ગત અયોધ્યા ખાતે કારસેવામાં ગયેલા કાર સેવકોની સાથે અનુસૂચિત જાતિ સમાજ અને દેવી પુજક સમાજના લોકોના હસ્તે રામમંદિરમા આરતી ઉતારવામાં આવશે.વર્ષ 1992મા અયોધ્યા ખાતે રામમંદિરની કાર સેવામાં મહેન્દ્રનગર ગામના દશ રામભકતો જોડાયા હતા જેથી ગ્રામજનો દ્વારા આજે પ્રભુ શ્રી રામના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહેન્દ્રનગર ગામના રામજી મંદિર ખાતે કાર સેવક દેવકણભાઈ આદ્રોજા, દશરથભાઈ કાવર, રતિભાઈ વસીયાણી, હરિભાઈ સાદરીયા, મુકેશભાઈ ગામી, ગોવિંદભાઈ કલોલા, છગનભાઈ હળવદિયા, હરિભાઈ કડીવાર, ધનજીભાઈ મોરડીયા અને કૈલાશભાઈ જેઠલોજા સહિતના દેશભરના કારસેવકોનું સ્વપ્ન પૂર્ણ થતાં અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં 500 વર્ષના અજ્ઞાતવાસ બાદ પ્રભુશ્રી રામ ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં બિરાજી રહ્યા હોય. ત્યારે ગુજરાત અને સમગ્ર ભારતવર્ષ સહિત સમગ્ર દુનિયાના કરોડો હિંદુ માટે એ ધન્ય ઘડીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યામિક ચેતના સાથે સામાજીક સમરસતા અને રાષ્ટ્રચેતનાની ભાવનાને ઉજાગર કરવા મહેન્દ્રનગર ગામના લોકો દ્વારા કારસેવકોની સાથે સાથે અનુસૂચિત જાતિ સમાજ તેમજ દેવીપૂજક સમાજના લોકોના હસ્તે રામજીમંદિર ખાતે પ્રભુ શ્રી રામની આરતી ઉતારવા માટે અનેરું આયોજન કરાયું છે.