ટંકારા : ટંકારા પોલીસે બાતમીના આધારે જીવાપર ગામના સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં દરોડો પાડી વિદેશી દારૂ બોટલ નંગ-૮૩ કી.રૂ. ૩૩,૨૨૧/- તથા બીયર ટીન નંગ-૯૩ કી.રૂ. ૧૧,૪૩૯/- મળી કુલ કી.રૂ. ૪૪,૬૬૦/-ના દારૂ-બિયર સાથે ગિરીશભાઇ નરશીભાઈ સંઘાણી ઉ.વ.-૪૫ રહે.હરબટીયાળીવાળાને પકડી લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.