મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને ઝડપી લઈ તાલુકા પોલીસે 10,150ની રોકડ રકમ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા લાલજીભાઇ ધનજીભાઇ સાંતલીયા, જયંતીભાઇ વેરશીભાઇ માલણીયાત, મનસુખભાઇ ધરમશીભાઇ માલણીયાત, જગદીશભાઇ માવજીભાઇ ઢવાણીયા, લાલજીભાઇ અમરશીભાઇ માલણીયાત અને મુળજીભાઇ ધનાભાઇ પરમાર જાહેરમાં જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે 10,150 રોકડા જપ્ત કરી તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.