મોરબી: હરિહરધામ ખોખરા હનુમાન મંદિરે હાલ રામ કથા ચાલી રહી છે ત્યારે આ કથામાં મોટી સંખ્યામાં દરરોજ રામ ભક્તો કથાનું શ્રવણ કરવા આવી રહ્યા છે. તેઓને પ્રસાદ વ્યવસ્થામાં કોઈ અગવડતા ન પડે તે માટે દરરોજ મોટી સંખ્યામાં સ્વયંસેવકો સેવા બજાવે છે. આજરોજ હરિહરધામ ખોખરા હનુમાન મંદિરે ચાલી રહેલી કથામાં ગાળા ગામના લોકોએ પ્રસાદ વ્યવસ્થામાં સેવા બજાવી હતી. ગાળા ગામના 100થી વધુ સભ્યોએ હાજરી આપીને પ્રસાદ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉત્તમ કામગીરી બજાવી હતી.