ટંકારા : ટંકારાના હડમતીયા ગામે વાડીમાં શોટ સર્કિટના કારણે આગ લાગતા દોઢ વિઘા જમીન ઉપરની કડબ સળગીને રાખ થઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડૂત પુત્ર કામરીયા મુળજીભાઈ તરશીભાઈની બેકડના માર્ગે વાડીમાં વીજ વાયર સોર્ટ સર્કિટ થતાં તણખલો પડતા જ અઢી વિઘાની કડબમાથી દોઢ વિઘાની કડબ સળગીને રાખ થઈ ગઈ છે આ દ્રશ્ય વાડીના મજુરો જોઈ જતા માલિકને જાણ કરતા જ માલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ મુળજીભાઈ નામના ખેડૂત ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરીયાના મોટા ભાઈ થાય છે. જેઓએ સૌરાષ્ટ્રમાં અનેકવિધ દરોડા પાડી ગુનેગારોમા સ્ટેટ મોનીટરીંગ સેલનો રીતસર ખૌફ ઉભો કર્યો છે.