મોરબી : મોરબીના ડાયમંડ નગર ખાતે આવતીકાલે અક્ષત કુંભનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. વાજતે-ગાજતે શોભાયાત્રા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કુંભનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ત્યારે મોરબીના ડાયમંડ નગર મુકામે આવતીકાલ તારીખ 7/1/2024ને રવિવારે સાંજે 4:00 કલાકે મગનભાઈ કાસુન્દ્રા સ્ટેચ્યુ પાસેથી ડાય ડાયમંડ નગર અક્ષત કુંભની સ્વાગત યાત્રા યોજાશે. સ્વાગત યાત્રા બાદ સાંજે 6:30 કલાકે કોમ્યુનિટી હોલ, ડાયમંડ નગર ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સર્વે હિન્દુ ધર્મપ્રેમી જનતાને જોડાવવા તથા મહાપ્રસાદનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.