મોરબી,માળીયા , વાંકાનેર ,હળવદ અને ટંકારામાં આજે રાત્રે ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી ગયા મોરબી : મોરબી જિલ્લામાં આજે રાત્રે જોરદાર ભૂકંપના આચકા અનુભવાયા હતા. જેમાં મોરબી, માળીયા વાકાનેર ,હળવદ અને ટંકારામાં આજે રાત્રે ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.ભૂકંપના આચકાને કારણે લોકોમાં ભારે ગભરાહટ જોવા મળ્યો હતો. મોરબીમાં આજે રાત્રે 8-13 કલાકે ભૂકંપના જોરદાર બે આચકા આવ્યા હતા. આ જોરદાર આચકા પાંચથી સાત સેકન્ડ સુધી રહ્યા હતા.ધરા ધ્રુજતાની સાથે લોકો ગભરાહટના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા.મોરબી તાલુકા ઉપરાંત ટંકારા,હળવદ વાંકાનેર અને માળીયા મિયાણા તાલુકામાં આ ભૂકંપના આચકા આવ્યા હોવાના અહેવાલ મળે છે.ભૂકંપના જોરદાર આચકાને પગલે મોટાભાગના લોકો બુમાબૂમ કરીને શેરીમાં દોડી ગયા હતા.જોકે રાત્રીના 8 વાગ્યે મોટાભાગે રાત્રી ભોજનનો સમય હોય છે.આખો દિવસ કામ કરીને થાક્યા પાક્યા લોકો ઘરે આવીને રાત્રી ભોજનની તૈયારી કરતા હતા.એટલે મોટાભાગના લોકો ઘરોમાં જ હતા.તે સમયે ભૂકંપનો આચકો આવતા લોકોમાં બહાર દોડી ગયા હતા. જોકે આજે રાત્રે આકાશમાં વરસાદી વાદળોની જમાવટ અને વિજળીની ચમકારા વચ્ચે ભૂકંપના આચકાથી લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ, અમદાવાદ, જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે. વધુમાં અનેક ફોન પણ બંધ થઈ ગયા હોવાની વાતો મળે છે. ભૂકંપના કારણે વાવડી રોડ ઉપર મીરા પાર્કમાં એક મકાનમાં તિરાડો પડી