ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અને ગ્રહોની અસરજન્માષ્ટમી એ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ જ્યોતિષીય દૃષ્ટિએ પણ અત્યંત મહત્વનો દિવસ છે. શ્રીકૃષ્ણનો અવતાર ભાદ્રપદ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ સંયોગને જ્યોતિષમાં અતિ શુભ માનવામાં આવે છે.કેમ ખાસ છે આ સંયોગ?અષ્ટમી તિથિ – ચંદ્ર સાથે સંકળાયેલી આ તિથિ મન-શાંતિ અને અધ્યાત્મ માટે ઉત્તમ છે.રોહિણી નક્ષત્ર – આ નક્ષત્ર ચંદ્રનું પ્રિય નક્ષત્ર છે, સમૃદ્ધિ, કળા અને આકર્ષણનું પ્રતિક છે.ચંદ્ર વૃષભ રાશિમાં – જ્યાં ચંદ્ર ઉચ્ચ માનવામાં આવે છે, એટલે કે સર્વોત્તમ ફળ આપે છે.આ જ કારણે ભગવાન શ્રીકૃષ્ણને ચંદ્ર જેવી આકર્ષક છબી, મોહક વાણી અને અદ્ભુત કળા પ્રાપ્ત થઈ.જ્યોતિષીય દ્રષ્ટિએ :જો કોઈનું જન્મ રોહિણી નક્ષત્રમાં થાય તો તે વ્યક્તિમાં કળા, સંગીત, વાક્ચાતુર્ય અને આકર્ષણ ખાસ રહે છે.અષ્ટમી તિથિમાં જન્મેલા લોકો અધ્યાત્મ તરફ ઝુકેલા હોય છે, અને તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંત મનથી કામ લે છે.ચંદ્ર વૃષભમાં જન્મેલા લોકો સ્થિર, ધીરજવાળા અને કુટુંબપ્રેમી હોય છે.જન્માષ્ટમીના દિવસે ચંદ્રપૂજન અને શ્રીકૃષ્ણના નામજપ કરવાથી માનસિક શાંતિ, કુટુંબ સુખ અને ચંદ્રદોષમાંથી મુક્તિ મળે છે.આ રીતે જન્માષ્ટમી માત્ર એક ઉત્સવ જ નહીં, પરંતુ ગ્રહ-નક્ષત્રોના દિવ્ય સંયોગનો દિવસ છે, જે આપણી જાતને સમજવા અને આત્મિક ઉન્નતિ માટે પ્રેરણા આપે છે.જન્માષ્ટમીના જ્યોતિષીય ઉપાય 1)ચંદ્રદોષ નિવારણ માટેજન્માષ્ટમીની રાત્રે ચંદ્રદેવને દૂધ મિશ્રિત જળ અર્પણ કરો. આ ઉપાય મનની ચિંતા દૂર કરે છે.2) કુટુંબસુખ માટેશ્રીકૃષ્ણને માખણ-મિશ્રી અર્પણ કરી ‘ॐ નમો ભગવતે વાસુદેવાય’ નો જાપ કરો.3) ધનપ્રાપ્તિ માટેરાત્રે 12 વાગ્યે તુલસી પર ઘીનો દીવો પ્રગટાવો અને ‘શ્રી કૃષ્ણાય વસુદેવાય’ મંત્ર 108 વાર જાપ કરો.4) સંતાનસુખ માટેલાડુ ગોપાલને પીળા ફૂલ અને બેસનના લાડુ અર્પણ કરો.5) શાંતિ અને સુખ માટેજન્માષ્ટમીના દિવસે 8 કન્યાઓને (અષ્ટમીનું પ્રતિક) ખીર કે મીઠાઈ ખવડાવો.લેખક : ખ્યાતિબેનAstrologer & Spiritual guideવધુ માહિતી માટે ફોલો કરોwww.instagram.com/khyatihiranandani?igsh=MWNvOXQ3NzRiNzc2Mw==