મોરબી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ વન સંરક્ષક વર્ગ 2ની મુખ્ય પરીક્ષાનું તા.19, 21 અને 23 જૂનના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યમાં બીપરજોય વાવાઝોડાને ધ્યાને લઇ તા.19ના રોજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે તા.21 અને 23ના રોજની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. તેમ જાહેર સેવા આયોગના સંયુક્ત સચિવની યાદીમાં જણાવાયું છે.