શેરીમાં ઢોરને હાંકી કાઢવા મામલે માતા-પુત્રી પર હુમલો વાંકાનેરના તીથવા ગામે લાલશા નગરમાં મારામારીના બનાવમાં ચાર સામે ફરિયાદ વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે લાલશા નગરમાં શેરીમાં ઢોરને હાંકી કાઢવા મામલે માતા-પુત્રી પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે મહિલાએ ચાર શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રૂકશાનાબેન યુસુફભાઇ શેખ (ઉ.વ. ૩૭, રહે. તીથવા લાલશાનગરધારે તા. વાંકાનેર) એ આરોપીઓ ભરતભાઇ જીવણભાઇ, જશુબેન, મંગાભાઇ પરબતભાઇ, સાદુરભાઇ કુંભા ભરવાડ (રહે. બધા તીથવા તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨ ના રોજ સવારના નવેક વાગયા સુમારે ફરીયાદીના પાડોશી કંકુબેનની પૈાત્રી જાનુ શેરીમાં રમતી હોય તે દરમ્યાન ભરત ભરવાડ પોતાનો માલઢોર લઇ નીકળેલ તે વખતે કંકુબેનની પૈાત્રી જાનુ ગાયોને તગેડતા ભરતને સારૂ ન લાગતા ગાળો બોલતો હોય જે ભરતને મે ગાળો બોલવાની ના પાડતા ભરતભાઇ ઉશ્કેરાઇ ગયેલ અને તેના હાથમાં રહેલ લાકડીનો એક ઘા મને જમણા હાથે મારેલ અને મારી દીકરી સુગરાને પણ જમણા હાથમાં ઘા મારી તથા ગરદનના ભાગે વાગેલ અને સામાન્ય મુંઢ ઇજા કરી તથા સહ આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.