તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરી ગઈકાલે ચાલુ વરસાદે ખાડા રીપેર કરવાનું કામ હાથ ધર્યું હતુંમોરબી : મોરબીમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરીને ગઈકાલે જુના રફાળેશ્વર રોડ ઉપર ચાલુ વરસાદે ખાડા બુરવાની કામગીરી હાથ ધરી હતી. જો કે એક જ વરસાદમાં આ ડામરના થિગડા નીકળવા લાગ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જુના રફાળેશ્વર રોડ બન્યાને એકાદ વર્ષમાં જ રોડ ઉપર ખાડા પડી ગયા હતા. રોડ ગેરેન્ટી પીરીયડમાં હોવાથી કોન્ટ્રાકટરે આખો ઉનાળો જવા દઇ ચોમાસુ શરૂ થતાં ગઈકાલે ચાલુ વરસાદે સિમેન્ડ રોડ ઉપર ડામરના થિગડા મારવાનું શરૂ કર્યું હતું. જો કે થોડા થિગડા માર્યા બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ એવો આદેશ આપ્યો હતો કે ચાલુ વરસાદે કામ બંધ કરો. જ્યાં થિગડા મારેલા હતા ત્યાં આજે કાકરીઓ છૂટી પડવા લાગી છે. ડામર નીકળવા લાગ્યું છે. આમ જો આ રોડ ઉપર રિપેરિંગ કામ પૂરું કરી લેવામાં આવ્યું હોત તો એક જ દિવસમાં ફરી ખાડાઓ થઈ ગયા હોત.