વર્ષ 2024માં નવા રસ્તાઓ બનાવવા દરખાસ્ત કરવામાં આવી પણ નિર્ણય ન થતા પેચવર્ક કરી થીગડાં ઉપર થીગડાંમોરબી : વિકાસ... વિકાસ અને વિકાસની જ વાતો વચ્ચે મોરબીનુ જિલ્લા પંચાયત તંત્ર ગ્રામ્ય રસ્તા બનાવવાનું ભૂલી ગયું હોય તેમ છેલ્લા દસથી પંદર વર્ષથી અમુક રસ્તાના કામ ન કરવાં આવતા જુના ડામર રોડ ફરી ધૂળિયા બની ગયા છે અને હવે આ માર્ગો ઉપર ડામરની હાજરી ગોતવી અઘરી બની છે ત્યારે જિલ્લા પંચાયત તંત્ર આવા 42 માર્ગો માટે સરકારમાં દરખાસ્ત કરી હોવાનું જણાવી રહી છે.મોરબી જિલ્લાના અનેક ગામડાઓ આઝાદી પહેલાની કંગાળ જેવી સ્થિતિમાં વસવાટ કરી રહ્યા છે ખાસ કરીને અંતરિયાળ કેટલાક ગામો એવા છે જ્યાં જિલ્લા પંચાયતે વર્ષ 2008 બાદ ક્યારેય ડામરના રસ્તા બનવ્યા જ નથી તો મોટાભાગના અન્ય ગ્રામ્ય માર્ગો ઉપર ડામર કામ કર્યાને પણ પાંચ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે.મોરબી જિલ્લા પંચાયત હસ્તકના રિપેરિંગ કરવા પાત્ર રસ્તા જોઈએ તો 1.મોરબીના ચકમપર ઝીકિયાળી રોડ, એનએચથી રામપર મધુપુર રોડ,બહાદુરગઢ મધુપુર નવા નાગડાવાસ રોડ, માળિયાના - એસએચથી વર્ષામેડી રોડ, એનએચથી હરીપર રોડ, ભાવપર બગસરા રોડ, હળવદના રણમલપુર કંકાવટી રોડ, કોયબા હરીપર રોડ, ટીકરરણની ઢસી રોડ, શિવપુર માણેકવાડા રોડ, સુરવદર ધૂળકોટ રોડ, મેરૂપર પાંડાતીરથ રોડ, નવા જોગડ રામેશ્વર રોડ, જુના ઘાંટીલા નવા ઘાંટીલા રોડ, જુના જોગડ રામેશ્વર રોડ, સાપકડા દીઘડીયા રોડ., ટંકારાના -એસએચથી ખાખરા એપ્રોચ રોડ, એસએચથી ધ્રોલીયા, મોરબીના એસએચથી ગોરખીજડીયા વનાળિયા રોડ, એસએચથી લુંટાવદર એપ્રોચ રોડ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે.આ ઉપરાંત મોરબીના મોટી વાવડી માણેકવાડા રોડ, મહેન્દ્રનગર ઘુંટુ રોડ, નાની વાવડી જોઈનિંગ નવલખી રોડ, આંદરણા સમલી રોડ, વનાળિયા માનસર નારણકા રોડ, મોરબી ભડીયાદ રોડ, મોરબી ઘુંટુ રોડ, ટંકારાના નસીતપર મોટા રામપર નાના રામપર ઉમિયાનગર રોડ,નેસડા (ખા.) થી ધુનડા (ખા.) રોડ, સજનપર એપ્રોચ રોડ જોઈનિંગ લજાઈ જડેશ્વર રોડ, નવા સજનપર એપ્રોચ રોડ જોઈનિંગ લખધીરનગર અદેપર રોડ,ટોળથી કોઠારીયા રોડ, 33.વાંકાનેરના લુણસર રાજસ્થળી રોડ, વઘાસીયા લીલાધરી હનુમાન રાણેકપર રોડ., વીઆર ટુ આનંદપર એપ્રોચ રોડ, રામપર પાડાબેકર થી કોઠારીયા રોડ, ધૂળકોટ બાળગંગા કોયલી રોડ, ટંકારાના લખધીરનગર અદેપર રોડ, જબલપુર(રાજકોટ મોરબી હાઈવે), એસએચથી જબલપુર (લતીપુર) સહિતના રોડ ભંગાર હાલતમાં ફેરવાઈ જતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.રસ્તાને નવા બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે - ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેરમોરબી જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર કે.કે. ઘેટીયાએ આ અંગે જણાવ્યું હતું કે આ તમામ રસ્તાને નવા બનાવવા માટેની દરખાસ્ત 20-01- 2024 માં કરી દેવામાં આવી છે અને હાલ જ્યાં જરૂર લાગે ત્યાં પેચ વર્ક કરી રસ્તો ચાલવા યોગ્ય બનાવાયા છે. ખાસ કરીને સરકારમાં કરવામાં આવેલી દરખાસ્ત મંજૂરી થયે આગળ કાર્યવાહી કરીશું