મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શહેર વિસ્તારમાં મિલકત વિરુદ્ધના ગુના થતા અટકાવવા આંગડિયા પેઢીના મેનેજરો સાથે મીટીંગ કરવામાં આવી હતી. જેમાં ASP અતુલ બંસલ દ્વારા આંગડિયા પેઢીના સંચાલકોને પોતાના ધંધાકીય આર્થિક વ્યવહારો સલામત રીતે કરવા તથા આ બાબતે સેફટી પ્રિકોશન જેવા કે આંગડિયા પેઢીના કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન કરાવવા, સિક્યુરિટી ગાર્ડ રાખવા, રોડ સુધી સીસીટીવી કેમેરા રાખવા તેમજ કોઈપણ બનાવ બને ત્યારે તાત્કાલિક જ પોલીસને જાણ કરવા જણાવાયુ હતું. આ ઉપરાંત સલામત રીતે આર્થિક વ્યવહારો થાય એ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી. પીઆઇ પંડ્યા દ્વારા સર્વેને પોતાના મોબાઈલ નંબર તથા પોલીસ સ્ટેશનના નંબર આપી આવા બનાવ બને ત્યારે તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.