\મોરબી : મૂળ મોરબીના વનાળીયા ગામના અને હાલ રાજકોટ રહેતા અસ્મિતાબેન શામજીભાઈ ગામીએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 (વહીવટી શાખા) ગેઝેટેડ ઓફિસરની પરીક્ષા 45મા રેન્ક સાથે પાસ કરી ગામી પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ અસ્મિતાબેનના પિતા શામજીભાઈ, માતા મંજુલાબેન, ભાઈ ભાવેશભાઈ, ભાભી પ્રજ્ઞાબેન તથા સમગ્ર ગામી પરિવાર, મિત્રો, શુભેચ્છકો અને સમાજના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી છે.