40 વર્ષ સુધી પોલીસમાં નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી ફરજ બજાવી, માત્ર 6 હક્કરજાઓ જ ભોગવી : એ ડિવિઝન ખાતે નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયોમોરબી : મોરબીમાં એ ડિવિઝન પોલીસમાં એલઆઈબીમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા જે.એસ.ભાટી (ભાટીભાઇ) આજે નિવૃત થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી ફરજ બજાવતા જોરાજી એસ. ભાટી (ઉર્ફે ભાટીભાઈ) જેઓ આજે વય મર્યાદાને કારણે 40 વર્ષની પોલીસમાં પ્રમાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક નોકરી કરી નિવૃત થયા છે . તેઓ 18 વર્ષની વય પુરી થતા કોન્સ્ટેબલ તરીકે પોલીસની નોકરીએ જોડાયા હતા અને તેમને ધોરાજી, ઉપલેટા, જેતપુર, વાંકાનેર અને મોરબી શહેરમાં નોકરી કરી છે. તેઓ છેલ્લા 10 વર્ષથી મોરબી સીટી એ ડિવિઝનમાં એલઆઈબીમાં ASI(આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર) તરીકે ફરજ બજાવતા હતા. તેઓ રાજકીય, સામાજિક, સરકારી કાર્યક્રમોમાં ખંત અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે . તેઓએ પોતાની નોકરી દરમ્યાન માત્ર 6 જ હક્ક રજા ભોગવી અને સતત કાર્યશીલ રહ્યા છે . આજે તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો જેમાં પીઆઇ એચ.એ. જાડેજા, પીએસઆઈ, ભટ્ટ, સોનારા, સહિતના અધિકારીઓએ તેમના કામની સરાહના કરી અને નિવૃત્તિની શુભકામનાઓ પાઠવી હતી આ તકે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ પણ શુભકામનાઓ પાઠવી હતી અને ભાટીભાઈના પરીવારમાંથી ભાટી એન. (ફોટો જર્નલિસ્ટ), કેતન ભાટી, સતીશ ભાટી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.