આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદેદારોના નામ જાહેર કરાયામોરબી : મોરબી તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષની ટર્મના નવા હોદેદારોના નામ જાહેર કરાયા છે. જેમાં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અશોકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ કિરણબેન રાઠોડ જાહેર કરવામાં આવ્યા છે.મોરબી તાલુકા પંચાયતની 26 સીટમાંથી 19 સીટ ભાજપ પાસે હોય તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. આથી તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદેદારોની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે બીજા અઢી વર્ષ માટે નવા હોદેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અશોકભાઈ વાલજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ તરીકે કિરણબેન જયેશભાઇ રાઠોડ અને કારોબારી તરીકે અશ્વિનભાઈ ગોરધનભાઇ પાટડીયાની વરણી કરવામાં આવી છે.