ટંકારા : ગઇકાલે સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે ટંકારા તાલુકાના મોટા ખિજડીયા ગામમાં વીજળી પડતા આશાવર્કરનું મકાન ધરાશાઈ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મળતી માહિતી મુજબ મોટા ખિજડીયા ગામે વીજળી પડતા આશાવર્કર વર્ષાબેનનું મકાન પડી ગયેલ હતું. જો કે કોઈ જાન માલનું નુકસાન થયું નથી. તેમજ ગામના સરપંચ વી. એમ. પટેલે ગઈકાલે ટંકારા મામલતદાર ફલડ કંટ્રોલ રૂમ ખાતે બનાવની જાણ કરી દીધી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..