મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે આજરોજ રામદેવજી મહારાજની બીજ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં યજ્ઞ, નેજા ઉત્સવ, મહાપ્રસાદ ઉપરાંત સાંજે પાટોત્સવ તેમજ ભજનનો કાર્યક્રમ યોજાશે. યજમાન પદે રાજેશભાઈ પટેલ, ધવલ ડાભી, હરજીવનભાઈ પટેલે લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવકરણભાઈ, દિલીપભાઈ, કેશુભાઈ, મહાદેવભાઈ, ખીમજીબાપા વગેરેએ જહેમત ઉઠાવી હતી. મહંત ભાવેશ્વરીમાના સાનિધ્યમાં ધામધૂમથી બીજ મહોત્સવ ઉજવાયો હતો.તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.