મોરબી : મોરબી જિલ્લામાં ધીમા પગલે શિયાળાનું આગમન થઈ ગયું છે. શિયાળાની ઋતુનો પ્રારંભ થયો હોય તેમ મોરબીમાં વહેલી સવારથી જ આજે ધુમ્મસવાળુ વાતાવરણ જોવા મળ્યું હતું.મોરબીવાસીઓએ આજે ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. ફૂલ ગુલાબી ઠંડીની સાથે સાથે મોરબીમાં આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ધુમ્મસ સવારે 10 વાગ્યા સુધી રહ્યું હતું. જે પ્રકારે હાલ મોરબીમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે એ જોતાં કહી શકાય કે મોરબીમાં વિધિવત રીતે શિયાળાની ઋતુનું આગમન થયુ છે.