મોરબી : મોરબીમાં શનાળા બાયપાસ નજીક આવેલ વોર્ડ નં. 11માં આવતા લાયન્સનગર, ફિદાઈ પાર્ક, તુલસી પાર્ક, ગુલાબનગર, આનંદનગર વિસ્તારોમાં ઘણા સમયથી સ્ટ્રીટલાઈટો બંધ છે. જે ચાલુ કરવા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. મોરબીના લાયન્સનગરમાં છેલ્લા બારેક માસથી સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં છે. નવરાત્રી તેમજ દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે તાકીદે રીપેરીંગ કરવામાં આવે તેમજ સર્કિટ ખરાબ હોય, તે બદલીને વહેલામાં વહેલી તકે નવી નાખવામાં આવે. જેથી, આ વિસ્તારોમાં રાત્રિના સમયે છવાય જતો અંધકાર દૂર થાય અને લોકો તહેવારોની ઉજવણી સારી રીતે કરી શકે. તેમજ આ વિસ્તારમાં શેરીઓના રોડ, મેઈન રોડ, ગટરના ઢાંકણા જેવી અન્ય સુવિધાઓની સમસ્યા છે. જેમાં વહેલામાં વહેલી તકે કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે, તેવી રજૂઆત સામાજિક કાર્યકર અબ્દુલભાઈ એમ. બુખારી દ્વારા મોરબી ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને કરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate