બે વર્ષના લાંબાગાળા પછી માંડ શરૂ થયેલી શાળા દરમિયાન શિક્ષકોને ઘરે ઘરે ફરી મતદારો શોધવાની કામગીરી સોપાતા ભારે રોષ, કામગીરી ખુબજ લાંબી ચાલે તેમ હોય શાળાઓમાં શિક્ષણ કાર્ય સદંતર બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ મોરબી : કોરોના કાળના બે વર્ષના લાંબા અરસા બાદ માંડ માંડ પ્રાથમિક શાળાઓ શરૂ થઈ છે અને હજુ શાળાઓમાં શિક્ષણની ગાડી પાટે પણ ચડી નથી. ત્યાંજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓને ધ્યાને લઈને શિક્ષકોને બીએલઓની કામગીરીમાં જોતરી દેવાયા છે. માંડ શાળાઓ શરૂ થઈ હોય ત્યારે જ શિક્ષકોને ઘરે ઘરે ફરી મતદારો શોધવાની કામગીરી સોપાતા શિક્ષકોમાં કચવાટ ફેલાયો છે. શિક્ષકો બાળકોના શિક્ષણમાં ધ્યાન આપે કે મતદારો શોધવા ઘરે ઘરે ફરે તેવો કચવાટ શિક્ષકોમાં જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યની શાળાઓમાં બે વર્ષ બાદ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય હજુ હમણાં જ શરૂ થયું છે. વિદ્યાર્થીઓ ભણેલું ભૂલી ગયા છે. પહેલુ અને બીજું ધોરણ ભણ્યા વગર વિદ્યાર્થીઓ સીધા ત્રીજા ધોરણમાં પહોંચી ગયા છે. માટે આ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય હવે બગડે નહીં.એ માટે સતત અધ્યયન અનુભવો પુરા પાડવા જરૂરી છે. પણ હાલ શાળાઓમાં શિક્ષકોની ખુબજ ઘટ છે. ત્રણસો વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે કે ત્રણ શિક્ષકો જ કામ કરે છે, એવી પરિસ્થિતિમાં શિક્ષકોને નવા મતદારોની વિગતો દાખલાઓ, પ્રમાણપત્રો વગેરે પાંચેક પ્રકારના આધારો એકત્ર કરી સ્કેન કરી ગરુડા એપમાં ઓનલાઈન કરવાની જટિલ કામગીરી શિક્ષકોને સોંપવામાં આવેલ હતી. આ કામગીરીમાં શિક્ષકે પોતાના મોબાઈલ વાપરવાના,નેટ પણ શિક્ષકોનું પોતાનું વાપરવાનું અને વળી ગરુડા એપ્લિકેશન ચાલતી ન હોય શિક્ષકો એક એક ફોર્મ ભરવામાં કલાકોના કલાકો શિક્ષણ ભોગે ઓનલાઈન કામગીરી પૂર્ણ કરી ત્યાંજ નવો ફતવો આવી ગયો કે હવે પહેલી ડિસેમ્બરથી પાંચ ડિસેમ્બર સુધી બી.એલ.ઓ.એ ઘરે ઘરે ફરી મતદારોની નોંધણી કરવી તેમજ સરપંચોની ચૂંટણીમાં પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ ગણિત વિજ્ઞાન વિષય જેવા કઠિન વિષયો લેતા શિક્ષકોના આર.ઓ. અને એ.આર.ઓ.ના હુકમ કાઢવામાં આવેલ છે. પ્રાથમિક શિક્ષકોએ આર.ઓ.કે એ.આર.ઓ.કામગીરી સોંપેલ છે. આ કામગીરી ખુબજ લાંબી ચાલે તેમ હોય શાળાઓમાં શિક્ષણ કાર્ય સદંતર બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એકબાજુ હજુ શાળાઓ શરૂ થઈ છે ત્યાંજ હાલ સ્કૂલ ઇન્સપેક્ટર એસ.આઈ. દ્વારા શાળાઓની મુલાકાતો લઈ અનેકવિધ અટપટી માહિતીઓ ભેગી કરે છે. એકમ કસોટીની બુકો એસ.આઈ. દ્વારા ચેક કરવામાં આવે છે ગત સત્રમાં એક એક ધોરણની દશ દશ એકમ કસોટી શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલ છે શિક્ષકોની ઘટ હોય શિક્ષણ સિવાયની સો પ્રકારની કસમગીરી શિક્ષકો કરતા હોય સ્વાભાવિક છે કે અમુક કસોટીઓ શિક્ષક દ્વારા ચેક થયેલ ન હોય, પુન:કસીટી લેવાઈ ન હોય, નિદાન કે ઉપચાર કાર્ય થયું ન હોય એવું બની શકે જેના લીધે શાળાનો ગ્રેડ નબળો આવે, શિક્ષણ સિવાયની કામગીરીનો ભોગ વિદ્યાર્થીઓ બને છે આટલી કામગીરી ઓછી હોય એમ વળી પર્યાવરણ વિષય અને યોગ વિષયની તાલીમમાં શિક્ષકોને બોલાવેલ હોય શાળામાં માત્ર એક બે જ શિક્ષક હોય એવો ઘાટ ઘડાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..