મોરબી : આઇપીએલ સીઝન શરૂ થતા જ મોરબીમાં ક્રિકેટના સટ્ટાની શરૂઆત થઇ ગઈ છે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપરથી ઓનલાઇન ક્રિકેટ એપ્લિકેશન મારફતે જુગાર રમતા એકને ઝડપી લઈ અન્ય એકનું નામ ખોલાવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર મોબાઈલ ફોનમાં અલ્ટ્રા ફાસ્ટ ક્રિકેટ લાઇન ઓનલાઇન એપ્લીકેશન મારફતે પંજાબ તથા દિલ્હી વચ્ચે ચાલતી આઈપીએલની ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા આરોપી વિનોદભાઇ ચકુભાઇ પટેલ,રહે.શીવવિલા સોસાયટી, નાનીવાવડી,મોરબી વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 તેમજ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 12000 કબ્જે કરી અન્ય એક આરોપી જિશાન ચાનિયાનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.