વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની ધારે બનેલા બનાવમાં ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની ધારે નવા પ્લોટમાં બાળકો રમતા હતા ત્યારે બાળકોના ઝઘડામાં એક મોટેરાએ બાળકને ઝાપટ મારી દેતા બાળકના પિતાએ શા માટે મારા દીકરાને ઝાપટ મારી તેવું પૂછતાં જ ચાર શખ્સો તૂટી પડયા હતા અને ધારીયાના ઘા ઝીકતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની ધાર નવા પ્લોટમાં રહેતા દેવાભાઈ શામજીભાઈ સત્રોટીયાનો પુત્ર શેરીમાં રમતો હતો ત્યારે આરોપી સંઘાભાઇ પ્રેમજીભાઇ સીતાપરાએ બાળક્ને ફડાકો મારી લેતા દેવાભાઈ શામજીભાઈ સત્રોટીયાએ આરોપીને પૂછ્યું હતું કે કેમ મારા દીકરાને માર્યું ? દેવાભાઈ શામજીભાઈ સત્રોટીયાએ આરોપીને પૂછતાં સંઘાભાઇ પ્રેમજીભાઇ સીતાપરા, દેકાભાઇ પ્રેમજીભાઇ સીતાપરા, ભરત ઉર્ફે ગઢવી પ્રેમજીભાઇ સીતાપરા તથા જીતાભાઇ દેકાભાઇ સીતાપરાને સારું ન લાગતા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી ફરિયાદીને શરીરે મુંઢ ઇજા કરી ઉંધુ ધારીયુ માથાના ભાગે મારતા પાંચ ટાકા આવ્યા હતા. આ મામલે પોલીસે દેવાભાઈ શામજીભાઈ સત્રોટીયાની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ-૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..